Dispute
Sahdevsinh Vs All Others
  • Home

વધારે વિગત સમયાંતરે Vadhela અને 2023-02, 2023-03, 2023-04, 2023-05​ વગેરે ઉપર ક્લિક કરવાથી મળી શકશે.

This what we have as of now:
આ કામના વાદીના દાવા અરજીના પેરા નં. ૪ માં જણાવેલ હકીકત તદ્દન ખોટી અને કાયદેસરની છે, કારણ કે આ કામના વાદી અને ૧૯૮૭ થી તેઓ અમો પ્રતિવાદી નં. ૫ અને ૬ ના પિતા સાથે ધંધામાં સાથે આવેલા અને અમો પ્રતિવાદી નં. 5 અને ૬ ના પિતાના અવસાન બાદ તેઓ ગાંધીનગર માં ધંધા અર્થે રહે છે. તેમજ તેઓએ અમો પ્રતિવાદી નં. ૫ અને ૬ ના પિતાશ્રીના અવસાન પછી અમો પ્રતિવાદી નં. ૫ અને ૬ ના માતૃશ્રીની કોઈ ખાસ સેવા કરી કરેલ નથી; દેખરેખ ના છૂટકે સમાજની શરમે કરતા હતા. તેમજ આ દાવાવાળી મિલકતો આ કામના વાદીએ વાદીના નાણાંથી અમો પ્રતિવાદી નં. ૫ અને ૬ ની માતૃશ્રી ના નામે ખરીદેલ હોઈ તેવું બનેલ નથી તે તેવા કોઈ દસ્તાવેજી પુરાવા આ કામે વાદીએ રજૂ કરેલા નથી. તેમજ આ જમીન તેઓએ કોઈ દિવસ જોયેલ નથી કે તેમાંથી તેઓએ કોઈ ઉપજ-નીપજ મેળવેલ હોય તેવું પણ બનેલ નથી. કારણ કે અમારા માતૃશ્રી અમો પ્રતિવાદી નં. ૫ અને ૬ ના લગ્ન બાદ આ કામના પ્રતિવાદી નં. ૧ નાએ ૩૨ વર્ષ તેઓની સાથે રાખેલા. તેમજ બાકીના અમારી માતૃશ્રીના જીવનકાળ દરમ્યાન આ કામના પ્રતિવાદી નં. ૧ નાએ તેઓની આવકમાંથી ખરીદેલ સેક્ટર-૧ ખાતે આવેલ મકાનમાં એકલા અમો પ્રતિવાદી નં. ૫ અને ૬ અને અમારા મોટા બહેનના સહકારથી રહેતા હતા. તેમજ પ્રતિવાદી નં. 1 જે છેલ્લા ૨૦ એક વર્ષથી અમેરિકા મુકામે છે. તેઓ અમારી માતૃશ્રી હયાત હતા, તે દરમિયાન દર વર્ષે બે માસ જેટલુ ભારતમાં તેઓની સાથે રહેતા હતા. તેમજ અમો  પ્રતિવાદી નં. ૫ અને ૬ ની માતૃશ્રીને ૨ થી ૩ વખત અમેરિકા મુકામે પ્રતિવાદી નં. 1 સાથે લઈ ગયેલા. અને આ તમામ દાવાવાળી  મિલકતોની પ્રતિવાદી નં. 1 દેખરેખ તેમજ ઉપજ-નીપજ મેળવતા હતા. પ્રતિવાદી નં. ૧ કે જેમણે તેમની આવકમાંથી જ આ દાવાવાળી મિલકતો ખરીદેલ છે. પરંતુ આ દાવાવાળી મિલકતોમાં જ્યારે ખરીદવામાં આવી ત્યારે પ્રતિવાદી નં. 1 જેવો ભડીયાદ, તા. ધોલેરા, જી. અમદાવાદમાં ખેડૂત હતા. પરંતુ આ સમયે પેરીપેરી એક્ટનો કાયદો અમલમાં હતો. તે કાયદા મુજબ ૮ કી.મી. ના  અંતરમાં જ ખેડૂત જમીન લઈ શકે. અને અમારા માતૃશ્રી જેવો આ દાવાવાળી જમીનની ૮ કી.મી. ની રેન્જમાં અમારા મામા ની જમીનમાં તેઓનું નામ ખેડૂત તરીકે ચાલુ હોઈ જેથી તેમના નામે તે હેતુસર આ દાવાવાળી જમીન ખરીદવામાં આવેલી. જેમાં વાદીનો કે અમારો કોઈ લાગ, ભાગ, હક, હિસ્સો પોષાતો થતો નથી. જે અમો જાહેર કરીએ છીએ. જેથી વાદીની દાવા અરજી તથા મનાઈ અરજી રદ થવાને પાત્ર છે.

I will update it and send the updated draft soon....

માતૃશ્રી ની વાદી સહદેવસિંહે સાથે એમના ઘર માં રહેવા ની ઈચ્છા હોવા છતાં એમણે માતૃશ્રી ને એમના થી હંમેશા દૂર રહેવા મજબૂર કરેલ છે, જેના લીધે સન ૨૦૦૮ માં જયારે માતૃશ્રી નાનાભાઈ પ્રતિવાદી અજીતસિંહ ના સેક્ટર - ૧ ના ઘર માં એકલા રહેતા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો થયો. ઉપરવાળા ની દયા થી માતૃશ્રી જીવી ગયા પરંતુ હોસ્પિટલ માંથી રજા મળ્યા પછી એમના ઘરે એ પણ નાના મામા જીદ ને કારણે પરાણે રાખ્યા ન રાખ્યા અને તરત ફક્ત ૦૨ અઠવાડિયા જેટલા સમય પછ્યાત પ્રતિવાદી ન. ૫ જ્યોત્સનાબા ઘરે મૂકી આવ્યા. વરસો પછી સન ૨૦૨૨ માં જયારે માતૃશ્રી ને એકલા ચાલવામાં તકલીફ પાડવા લાગી ત્યારે પ્રતિવાદી અજીતસિંહ અમેરિકા થી આવી ૦૫ મહિના ચાલુ નોકરી એ માતૃશ્રી ની સેવા કરી અને પાછા જતી વખતે માતૃશ્રી ને સહદેવસિંહ ના ઘરે બધા ભાઈ-બહેનો એ મળી ને ગમે તેમ કરી ને પરાણે મુક્યા પરંતુ માતૃશ્રી જોડે રોજ જગડા કરી એવા સતાવેલ અને રાખ્યા ના ફક્ત બે મહિના ની અંદર 
બે હોસ્પિટલ માં દાખલ કરાવી દીધેલ અને જ્યાં ડોક્ટરો એ પણ હાથ ઊંચા કરતા અજીતસિંહ ને અમેરિકા થી બે મહિના માં પાછા આવવા ની ફરજ પડી. એમના ઘેર બે મહિના રહ્યા એ દરમ્યાન એવો એકેય દિવસ નથી ગયો જયારે તેમણે ચારેય ભાઈ બહેનોને ફોન કરી માતૃશ્રી સાથે ઝગડો ના કર્યો હોય અને  ફરિયાદ ના કરી હોય તથા એમને અલગ ફ્લેટ માં રાખવા ની વાત ના કરી હોય ઉપરાંત નાનાભાઈ અજીતસિંહ ને એ ખર્ચ માં અડધા પૈસા આપવાની વાત ના કરી હોય. આમ ઉપર જણાવ્યા પ્રમાણે સન ૨૦૦૮ માં ૦૨ અઠવાડિયા અને છેલ્લે સન ૨૦૨૨ માં ૦૨ મહિના સિવાય વાદી સહદેવસિંહે આખી જિંદગી માં ક્યારેય માતૃશ્રી ને પ્રેમ થી બોલાવી બે દિવસ પણ ઘરે નથી રાખ્યા કે માતૃશ્રી ને બે જોડ સારા કપડાં પણ નથી લયી આપ્યા.
માતૃશ્રી ની કોઈ આવક ન હોવાથી, પિતાશ્રી ના અવસાન પછી મોટા મામા ના આગ્રહ થી મોસાળ માં ખેતી ની જમીન લેતી વખતે પેરીપેરી એક્ટ નો ૮ કી.મી. નિયમ ના લીધે અને મામા ના સૂચન મુજબ પહેલું ખેતર માતૃશ્રી ના નામે લીધેલ, અને એ પછી મોટા ભાગ ની જમીન જે તે વખતે મોટામામા એ એમની ની હયાતી માં નાનાભાઈ અજીતસિંહ અને એમના કુટુંબ ના નામે સાથે રહી ને કરાવી દીધેલ.
આ સિવાય માતૃશ્રી ની હયાતી માં ૩ થી ૪ વખત પાંચેય ભાઈ-બહેનો એ સાથે બેસી ને મોટાબેન તારાબા ની આગેવાની માં સમજૂતી કરાવી એ મુજબ આ વાઢેલા ની જમીન નાનાભાઈ અજીતસિંહ ના નામે છે એ બરાબર છે એ વાત સાથે બધી વખત એગ્રી થયેલ છે, પરંતુ માતૃશ્રી ના અવસાન પછી જયારે નાનાભાઈ અજીતસિંહ અમેરિકા પાછા ગયા એ પછી જાણી જોઈ ને એમને ખાલી હેરાન કરવાના ઈરાદા થી કોઈ ને વાત કાર્ય વગર કે વિશ્વાસ માં લીધા વગર આ ખોટો કેસ કરેલ છે.
Powered by Create your own unique website with customizable templates.